garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ વિશે માહિતી ગુજરાતી

  

                                                                                       



garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ 


આધુનિક ગુજરાતની અસ્મિતાના પુરોધા રણજિતરામની અવસાનનોંધનો આરંભ કરતાં કનૈયાલાલ મુનશીએ લખેલું : કેટલાંક મૃત્યુ ધરતીકંપ સમાં હોય છે.' ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ અને મહાન  ડૉ. વિક્રમ સારાભાઈ ના ત્રિવેન્દ્રમ ખાતે એકાએક થયેલા અવસાનથી સમસ્ત દેશને એવો જ આંચકો લાગ્યો હતો. થુમ્બા રેલવે સ્ટેશનના ખાતમુહૂર્તવિધિ તથા અન્ય કેટલીક પરિષદોમાં ભાગ લેવા તેઓ ગયા હતા. ત્યાં ત્રિવેન્દ્રથી ૧૨ કિ.મી. દૂર દરિયાકાંઠે આવેલી સરકારી પ્રવાસી હોટેલ કોવાલમ પેલેસ'માં ઊંધાં જ એમનું અવસાન થયું. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિજ્ઞાની અને અણુશક્તિ પંચના અધ્યક્ષ તરીકેની એમની ખોટ આપણા માટે તો અતિ ભારે છે. રાજકીય ક્ષેત્રે એક પછી એક ઊભા થતા નેતાઓ જેમ વિજ્ઞાનીઓ મેળવવા સરળ નથી. ત્યારે ડૉ. વિક્રમ જેવી બહુમુખી પ્રતિભા ધરાવનારની ઊણપ આપણને સદાકાળ સાલશે.

અમદાવાદના વિખ્યાત ગર્ભશ્રીમંત ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈના ત્રણ પૈકીના એ બીજા પુત્ર. મુંબઈ અને કેમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ કરી એમણે ઇ. ૧૯૩૯માં વિજ્ઞાનમાં ટ્રાઈપૉસ લીધો. ઇ. ૧૯૩૯થી ૪૫માં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે રિચર્સ સ્કૉલર તરીકે બેંગલોરમાં સ્વ. ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન તળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન કર્યું.

બેંગલોર શહેર તેમને માટે બે ભિન્ન રીતે ભવિષ્યમાં ફળદાયી નીવડ્યું હતું. તેઓ બે વ્યક્તિઓના પરિચયમાં આવ્યા હતા. એક વ્યક્તિએ તેમની કારકિર્દીમાં અને બીજી વ્યક્તિએ તેમના સંસારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બેંગલોરમાં પ્રો. રામનના વિદ્યાર્થી હતા ત્યારે તેમનો પરિચય ડૉ. હોમી ભાભા સાથે થયો. ડૉ. બાબા પણ કેમ્બ્રિજમાં ભૌતિકશાસ્ત્રની પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને પ્રો. રામનની સંસ્થામાં શિક્ષણ તથા સંશોધનકાર્ય કરી રહ્યા હતા.

                                                  garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ ને ડૉ, ભાભા તરફ અનેરું આકર્ષણ હતું. બીજી વ્યક્તિ કુ. મૃણાલિની સ્વામિનાથનું એક નૃત્યાંગનાના સ્વરૂપે - એક ઉચ્ચ કલાકાર તરીકે  ડૉ. વિક્રમ સારાભાઈ ના સંપર્કમાં આવ્યાં હતાં.  ડૉ. વિક્રમ સારાભાઈ એક વિજ્ઞાની હોવા છતાં તેમના વિશિષ્ટ ઉછેરને કારણે તેમને સંગીત-નૃત્ય જેવી કળાઓમાં પણ ઊંડો રસ-રુચિ હતાં. આ ઉપરાંત  ડૉ. વિક્રમ સારાભાઈ અને સ્વામિનાથન્ કુટુંબ, એકબીજાના પરિચયમાં હતાં. પરિણામે ઉચ્ચ કક્ષાના, બે ભિન્ન છેડાના રસ ધરાવતા બિંદુઓ હોવા છતાં તેઓ ઐક્યમાં લગ્નમાં પરિણમ્યાં.

૧૯૮૫માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યા બાદ garvi gujarat ના  ડૉ. વિક્રમ સારાભાઈ એ કેમ્બ્રિજ જઈને પીએચ.ડી. સંશોધનકાર્ય પૂરું કર્યું. ૧૯૪૭માં કૉસ્મિક કિરણો વિષયમાં તેમને ડૉક્ટરની ડિગ્રી મળી અને ૨૮ વર્ષે તેઓ પાછા ફર્યા. ભારત આવીને તેમણે પોતાની કામગીરી શરૂ કરી દીધી, વૈજ્ઞાનિક સંશોધનાર્થે તેઓ વિવિધ સંસ્થાઓની મુલાકાતે જતા હતા તે દિરમયાન પુર્ણમાં ઇન્ડિયન મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. રામનાથન સાથે તેમનો પરિચય થયો, ડૉ. રામનાથને ભૌતિકશાસ્ત્રના સંશોધનમાં ખૂબ રસ હતો. ડૉ.વિક્રમ સારાભાઈ એ અમદાવાદ આવીને ડૉ. રામનાથને અમદાવાદ બોલાવી લીધા અને તેમના વડપણ હેઠળ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ની સ્થાપના કરી. આ વિષયમાં કામ કરતી દેશભરની સંસ્થાઓમાં પીઆરએલ એક અગ્રણી સંસ્થા છે.

૧૯૪૭માં યોગાનુયોગ ભારત આઝાદ રાષ્ટ્ર થયું. ભારત સરકારે દેશના ઔદ્યોગિક વિકાસ તથા આધુનિકીકરણ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા રાષ્ટ્રના ઘડતરમાં કાર્ય માટે અનેક સગવડો તથા નાણાકીય સહાય આપવા તત્પરતા બતાવી હતી.

garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ માટે પોતાના વિજ્ઞાન-સંશોધન ઉપરાંત રાષ્ટ્રના ધડતરમાં ફાળો આપવાની એક ઉમદા તક સામેથી આવી મળી હતી. ૧૯૪૭થી ૧૯૭૧ સુધીનાં ૨૪ વર્ષ દરમિયાન  ડૉ. વિક્રમ સારાભાઈ એ ઉપથી પણ વધારે સંસ્થાઓ સ્થાપી. તેમાં વૈજ્ઞાનિક સંશોધન (પી.આર.એલ.), મિલઉદ્યોગના આધુનિકીકરણ (અટીરા), અવકાશવિજ્ઞાન (ઈસરો), અણુશક્તિ સંશોધન, રાસાયબ્રિક દવા ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થા, વહીવટ અંગેની સંસ્થા, કોમ્પ્યુટર ઉદ્યોગ તથા નૃત્ય-સંગીતની સંસ્થાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

 garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ ના દરેક કાર્યમાં અમદાવાદના બીજા ખ્યાતનામ ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈ હંમેશાં સાથ આપતા હતા. અમદાવાદની અનેક સંસ્થાઓની સ્થાપનામાં  ડૉ. વિક્રમ સારાભાઈ સ્વપ્નને કસ્તૂરભાઈ પોતાના શાણપણ અને સૂઝથી સિદ્ધ કરવામાં મદદરૂપ થયા હતા.

૧૯૫૭માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને વિજ્ઞાનને ક્ષેત્રે એક મહત્ત્વની ઘટના બની. આ વર્ષમાં સોવિયેટ રશિયાએ અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ તરતો મૂક્યો. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે અવકાશ કાર્યક્રમો કર્યા અનેક વિકસિત દેશોને ઉત્તેજિત કર્યા, પરિણામે ૧૯૬૦માં garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ એ ભારત સરકાર સમક્ષ ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ કરવાની એક દરખાસ્ત મૂકી, સ૨કારે અણુશક્તિ ખાતાના વડા ડૉ. ભાભાને આ અંગે અભિપ્રાય આપવા જણાવ્યું. ડૉ. ભાભાએ આ દરખાસ્ત સ્વીકારવા ભલામણ કરી. ૧૯૬૨માં અણુશક્તિ મંત્રાલય હેઠળ ઈન્ડિયન નૅશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ની સ્થાપના થઈ. ડૉ. વિક્રમ સારાભાઈને આ રાષ્ટ્રીય કમિટીના અધ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પી.આર.એલ.ને ભારતીય અવકાશ કાર્યક્રમનું વડું મથક ગણવામાં આવ્યું. અને ૧૯૬૩ના નવેમ્બરમાં ભારતની ધરતી પરથી પ્રથમ રૉકેટ સફળતાપૂર્વક છોડવામાં આવ્યું. આમ ભારતે ડૉ. વિક્રમ સારાભાઈ ની રાહબરી નીચે અવકાશયુગમાં પ્રવેશ કર્યો. ભારતના પશ્ચિમ કિનારા ઉપર આવેલા થુમ્બા નામના સ્થળની ભારતના લૉચિંગ સ્ટેશન તરીકે  ડૉ. વિક્રમ સારાભાઈ ની સલાહ-સૂચનાથી પસંદગી કરવામાં આવી.

૧૯૬૬માં ભારતે વિજ્ઞાનસંશોધન ક્ષેત્રે એક કારમો આંચકો ખાધો, ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ ડૉ, ભાભાનું વિમાની અકસ્માતમાં દુઃખદ અવસાન થયું. તેમના અનુગામી તરીકે વિક્રમભાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ તેમનાં ધગશ અને પરિશ્રમથી માત્ર ડૉ. ભાભાનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની જવાબદારીથી અટકી ન જતાં, અણુશક્તિ કાર્યક્રમમાં પણ પોતાનું આગવું પ્રદાન કરવા કટિબદ્ધ થયા. યુનોના મહામંત્રીને, અણુશસ્રોના શક્ય ઉપયોગનો અસરો, તેમજ એ શસ્રોના વધુ વિકાસ અને ફેલાવાની દુનિયાનાં રાષ્ટ્રોની સલામતી ઉપરની અસર તથા તેના આર્થિક સૂચિતાર્થો અંગે અહેવાલ તૈયાર કરવામાં મદદ માટે નિમાયેલા એ લેવાયા હતા. બાહ્યાવકાશની ખોજ તથા તેના શાંતિપૂર્ણ ઉપયોગ અંગેની યુનોની પરિષદની પૂર્વતૈયારી માટેની પૅનલના તે અધ્યક્ષ હતા. ઇન્ડિયન એકેડેમી ઑફ સાયન્સ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિઝ, ફિઝિકલ સોસાયટી-લંડન ને કેમ્બ્રિજ ફિલોસૉફિકલ સોસાયટીના તે ફૅલો હતા.

૧૯૬૯માં ભારતીય કાર્યક્રમના ઝડપી વિકાસ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ઈસરો)ની સ્થાપના કરવામાં આવી. તેના અધ્યક્ષ તરીકે પણ ડૉ. વિક્રમ સારાભાઈ ની પસંદગી કરવામાં આવી.

garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા તૈયાર થયેલા અવકાશકાર્યક્રમમાં બે મુખ્ય મુદ્દા હતા. એક તો ઉપગ્રહની રચના અને નિર્માણ અને બીજું ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવામાં વાહકની રચના, નિર્માણ તથા સફળ ઉડ્ડયન, આ મુદ્દાઓના અમલીકરણને કારણે દેશમાં જ વિજ્ઞાનીઓ તથા ટેકનોલૉજિસ્ટોને કામ કરવાની તકો ઊભી થઇ તેથી પરદેશો પરનું અવલંબન ઓછું થયું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની માન્યતા પામેલા થુમ્બાના વિષુવવૃત્તીય રૉકેટ મથકની સ્થાપના અને સંચાલનમાં, અમદાવાદ ખાતેના પ્રાયોગિક સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશનની સ્થાપના કરી એને એશિયાભરમાં બીજા નંબરે પહોંચાડવામાં, તથા ભારતમાં રૉકેટ ઉત્પાદનના આરંભ ને અવકાશવિજ્ઞાનના કેન્દ્રની સ્થાપનામાં એમનો જ મોટો હિસ્સો હતો. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન કાઉન્સિલનું નિયામક મંડળ, મધ્યસ્થ શિક્ષણ સલાહકાર મંડળ, રાષ્ટ્રીય આયોજન કાઉન્સિલ, રાષ્ટ્રીય સંરક્ષણ કાઉન્સિલ, કૅબિનેટની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ, વહીવટી સુધારણા પંચની વૈજ્ઞાનિક ખાતઓની અભ્યાસ સમિતિ, વૈજ્ઞાનિક સંઘોની આંતરરાષ્ટ્રીય કાઉન્સિલની ભારતીય રાષ્ટ્રીય સમિતિ, હાર્વર્ડ યુનિવર્સિટી પ્રોગ્રામ ઓફ ધી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ પીસ એન્ડોફૂલિફ્ટ રિસર્ચ-સ્વીડન, અમેરિકા ફિઝિકલ સોસાયટી, અમેરિકા જિયોફિઝિકલ યુનિયન વગેરે અનેક મંડળો ને સંસ્થાઓના તે સભ્ય હતા,

આટલી બધી જવાબદારી હોવા છતાં વિક્રમભાઈ દર વર્ષે અમેરિકાની ખ્યાતનામ યુનિવર્સિટી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનૉલોજીની ન્યુક્લિયર સાયન્સ લેબોરેટરીમાં વિઝિટિંગ સાયન્ટિસ્ટ તરીકે જતા હતા. આ ઉપરાંત નિઃશસ્રીકરણના પ્રખર હિમાયતી અને શાંતિચાહક ડૉ. વિક્રમભાઈ સારાભાઈ ઇગ્લેન્ડના પ્રખર ચિંતક લૉર્ડ બર્ટ્રાન્ડ રસેલે પગવાશ કન્ટિન્યૂઇંગ કમિટી'માં નિયમિત ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. ડૉ. વિભભાઈ માનતા હતા કે રાષ્ટ્રનું ભગીરથ કાર્ય ફક્ત વિજ્ઞાન અને ટેકનોલોજીથી સિદ્ધ થઈ શકે નહિ, પરંતુ ઔઘોગિકીકરણ પણ મહત્ત્વનું રિબળ છે. ઉપરનાં બન્ને પાસાંઓનો તાલમેલ કરીને દેશનું આર્થિક માળખું ઊંચું લાવવા તેમણે પ્રયત્ન કર્યો હતો.

garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ દરરોજ ૧૮ થી ૨૦ કલાક કાર્યશીલ રહેતા હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓ હતાં. વિજ્ઞાની, સ્વપ્નદ્રષ્ટા, શિક્ષક, ઉદ્યોગપતિ, અનેક સંસ્થાઓના શ્રદ્ધા અને વહીવટ, લોકસેવક, રાષ્ટ્રભક્ત તેમ જ કલામર્મજ્ઞ પણ હતા. પત્ની અને આંતરરાષ્ટ્રીય કલાકાર મૃણાલિની સારાભાઈની સંસ્થા દર્પણની સ્થાપનામાં તેમ જ તેના વિકાસમાં garvi gujarat ના ડૉ. વિક્રમ સારાભાઈ નો મહત્ત્વનો ફાળો હતો.

Post a Comment

Previous Post Next Post